21 - તમસથી જ્યોતિ સુધીની પંચમહાભૂતની યાત્રા – ૭ - તડકો / શોભિત દેસાઈ
ભળભાંખળું પૂરબમાં ઢોળે લગાર તડકો,
મોંસૂઝણું ઝીલી લે ત્યાં પારાવાર તડકો.
ગઈ સાંજથી સતત એ માળા જપ્યા કરે છે,
સૂરજમુખીના હોઠે એક જ પુકાર-તડકો.
પથરાતું એ....ય ચાલ્યું સર્વત્ર સોનું સોનું,
રજકણથી ઘર ભરેલું, ઘરની બહાર તડકો.
પ્રિયતમને પામવાની આ કેવી ઘેલી લગની !
જીવન સમર્પી અંતે જીવતી તુષાર તડકો.
બન્ને મળી પૂરે છે લાલિમા તારા ચહેરે,
આ પોષની બપ્પોરો, આ ઠંડો....ગાર તડકો !
પર્વતની ટોચ પરથી તાક્યા કરું ક્ષિતિજને,
તડકો બધે છવાયો; તડકો, અપાર તડકો.
બાનીમાં કાલી વીનવું ગોરંભાયેલા નભને,
‘ ‘સૂરજને છોડી દો ને ! આપો ને યાર તડકો!’ ’
મોંસૂઝણું ઝીલી લે ત્યાં પારાવાર તડકો.
ગઈ સાંજથી સતત એ માળા જપ્યા કરે છે,
સૂરજમુખીના હોઠે એક જ પુકાર-તડકો.
પથરાતું એ....ય ચાલ્યું સર્વત્ર સોનું સોનું,
રજકણથી ઘર ભરેલું, ઘરની બહાર તડકો.
પ્રિયતમને પામવાની આ કેવી ઘેલી લગની !
જીવન સમર્પી અંતે જીવતી તુષાર તડકો.
બન્ને મળી પૂરે છે લાલિમા તારા ચહેરે,
આ પોષની બપ્પોરો, આ ઠંડો....ગાર તડકો !
પર્વતની ટોચ પરથી તાક્યા કરું ક્ષિતિજને,
તડકો બધે છવાયો; તડકો, અપાર તડકો.
બાનીમાં કાલી વીનવું ગોરંભાયેલા નભને,
‘ ‘સૂરજને છોડી દો ને ! આપો ને યાર તડકો!’ ’
0 comments
Leave comment