22 - વરસાદ આવે છે / શોભિત દેસાઈ
હું સાદી ભાષામાં તમને કહું ? વરસાદ આવે છે.
અદ્લ વરસાદ જેવો હૂબહૂ વરસાદ આવે છે.
બહુ ભારે છે પર્વત, ક્યાં સુધી ટકવાની આ ટચલી ?
સહારો છોડીને ચાલો સહુ, વરસાદ આવે છે.
ગગનવાળાની પાસે માગું છું એક વાદળું કે જે
વરસતું હોય ને ગાતો રહું ‘વરસાદ આવે છે.’
સવારી વીજ પર, ઢોલીડા ગર્જન, બારાતી ફોરાં;
બનાવી લેવા અવનીને વહુ, વરસાદ આવે છે.
ન જાઓ, આમ છોડીને આ બાહુપાશની છત્રી !
બહાર આ હૂંફવર્તુળની, બહુ વરસાદ આવે છે !!

0 comments
Leave comment