23 - ડ્રાઉં ડ્રાઉં ને ત્રમ ત્રમ / શોભિત દેસાઈ


જળની અટકી જરાક જ્યાં મોસમ,
ચોતરફ ડ્રાઉં ડ્રાઉં ને ત્રમ ત્રમ !

શ્વાસ કરતી જવાની ખાલીખમ,
શું વસૂલી કરે છે, જો ! સોડમ.

આગિયાની ખલેલ છે બાકી,
રાત જામી ગઈ છે ચોગરદમ.

મૌન રહીને આ બોલવું તારું !
આ ઢળેલાં નયન ! અને આ શરમ !

તર્જની જાય બંધ પાંપણ પર,
ને મને થાય શું હશે રેશમ !


0 comments


Leave comment