24 - વધારે છે ટ્રેનમાં / શોભિત દેસાઈ
વૃક્ષો, નદીઓ, સેતુઓ, આવે છે ટ્રેનમાં,
શોભિતને આવકારે, વધાવે છે ટ્રેનમાં.
સળિયાઓ સાથે લીલા-બદામીની ગુફતગૂ,
પહાડો, ગગન, તો ધૂમ મચાવે છે ટ્રેનમાં.
અંધારું તનની બહારનું છે બોગદા સમું,
ઝળહળ ભીતરની તેજ જગાવે છે ટ્રેનમાં.
સંગાથ બે ઘડીનો છે એ જાણવા છતાં,
આશા મિનારા કેવા ચણાવે છે ટ્રેનમાં !
ડૂબી જઈ ગતિમાં, મથે કોને ભૂલવા ?
જનમારો એક દીવાનો વીતાવે છે ટ્રેનમાં.
શોભિતને આવકારે, વધાવે છે ટ્રેનમાં.
સળિયાઓ સાથે લીલા-બદામીની ગુફતગૂ,
પહાડો, ગગન, તો ધૂમ મચાવે છે ટ્રેનમાં.
અંધારું તનની બહારનું છે બોગદા સમું,
ઝળહળ ભીતરની તેજ જગાવે છે ટ્રેનમાં.
સંગાથ બે ઘડીનો છે એ જાણવા છતાં,
આશા મિનારા કેવા ચણાવે છે ટ્રેનમાં !
ડૂબી જઈ ગતિમાં, મથે કોને ભૂલવા ?
જનમારો એક દીવાનો વીતાવે છે ટ્રેનમાં.
0 comments
Leave comment