26 - કસમ ના લો હમણાં / શોભિત દેસાઈ
પછીથી રાહ જુઓ, પત્ર મોકલો હમણાં;
જવાબ આવશે એવી કસમ ન લો હમણાં.
જીવંત લાગણી શબ્દો ઉપર નથી નિર્ભર,
શ્રુતિ બધિર બને એવું કલકલો હમણાં.
પવનથી જ્યોત બુઝાઈ છે મીણબત્તીની,
બહુ જ સૂનો છે યાદોનો ગોખલો હમણાં.
જરૂરિયાત બની જાય છે અજબ કલ્પન,
તમારા ચહેરામાં જોયો મેં રોટલો હમણાં.
કદાચ એથી ગઝલ ધારદાર આવે છે,
જીવે છે ભીતરે અણિયાળો કાફલો હમણાં.
જવાબ આવશે એવી કસમ ન લો હમણાં.
જીવંત લાગણી શબ્દો ઉપર નથી નિર્ભર,
શ્રુતિ બધિર બને એવું કલકલો હમણાં.
પવનથી જ્યોત બુઝાઈ છે મીણબત્તીની,
બહુ જ સૂનો છે યાદોનો ગોખલો હમણાં.
જરૂરિયાત બની જાય છે અજબ કલ્પન,
તમારા ચહેરામાં જોયો મેં રોટલો હમણાં.
કદાચ એથી ગઝલ ધારદાર આવે છે,
જીવે છે ભીતરે અણિયાળો કાફલો હમણાં.
0 comments
Leave comment