27 - નમાયો હોય / શોભિત દેસાઈ
સોનેરી રંગ આભમાં આખા છવાયો હોય,
હસતા સૂરજનો મારાથી ફોટો પડાયો હોય !
અણધડ છે ચહેરો એટલે અમથો ઉદાસ છે,
જોયાનો તમને હર્ષ, હૃદયમાં ન માયો હોય.
કિસ્સા ઘણા છે ઓછા, તને ખ્યાલમાં રહે !
તારી જરૂર હો અને તું વહારે ઘાયો હોય.
મંતવ્યો રાખો આપ, પરંતુ એ જાણજો,
ભૂતકાળ આપનાથી કદાચિત્ દુભાયો હોય !
નહિતર એ આટલી તો લવારી કરે નહીં,
છે શક્ય કે એ શખ્સ જનમથી નમાયો હોય.
હસતા સૂરજનો મારાથી ફોટો પડાયો હોય !
અણધડ છે ચહેરો એટલે અમથો ઉદાસ છે,
જોયાનો તમને હર્ષ, હૃદયમાં ન માયો હોય.
કિસ્સા ઘણા છે ઓછા, તને ખ્યાલમાં રહે !
તારી જરૂર હો અને તું વહારે ઘાયો હોય.
મંતવ્યો રાખો આપ, પરંતુ એ જાણજો,
ભૂતકાળ આપનાથી કદાચિત્ દુભાયો હોય !
નહિતર એ આટલી તો લવારી કરે નહીં,
છે શક્ય કે એ શખ્સ જનમથી નમાયો હોય.
0 comments
Leave comment