28 - ગર્મીઓની મોસમ છે / શોભિત દેસાઈ


પસીનો થાય છે ને ગર્મીઓની મોસમ છે,
સૂરજના ગામના અક્કર્મીઓની મોસમ છે.

તું હોય છે તો ગગનથી શરાબ વરસે છે !
અદબને ભૂલતી બેશર્મીઓની મોસમ છે.

જીવ્યે જ જાય છે એકસરખા ક્રૂર જીવનને,
સમગ્ર દુનિયા તારા ભર્મીઓની મોસમ છે.

તું છોડ જીદ અને લઈ લે ને ઉષ્મા મારી બધી !
છે સમ શિશિરના તને, નર્મીઓની મોસમ છે.

પ્રસન્ન ચિત્ત થઈ આપ સાંભાળો છો મને !
અહીં તો લાગે છે કે મર્મીઓની મોસમ છે.


0 comments


Leave comment