29 - કૂવામાં અજવાળું / શોભિત દેસાઈ
એમ જાતું કૂવામાં અજવાળું,
જીવ ખાતું કૂવામાં અજવાળું.
તરબતર એક અષાઢની રાતે,
નીર પાતું કૂવામાં અજવાળું.
જો મળી જાય તું અનાયાસે,
હુંય કાંતું કૂવામાં અજવાળું.
દોરડી સાથે ગરગડી પરથી,
ગીત ગાતું કૂવામાં અજવાળું.
રવથી થઈ છે અવાવરું હલચલ,
સંભળાતું કૂવામાં અજવાળું.
આમ તો છે ઈંટો બહુ પ્રાચીન,
તોય રાતું કૂવામાં અજવાળું !
ઊતરે જ્યાં ઘડાનું જોબનિયું,
કેવું થાતું કૂવામાં અજવાળું !
જીવ ખાતું કૂવામાં અજવાળું.
તરબતર એક અષાઢની રાતે,
નીર પાતું કૂવામાં અજવાળું.
જો મળી જાય તું અનાયાસે,
હુંય કાંતું કૂવામાં અજવાળું.
દોરડી સાથે ગરગડી પરથી,
ગીત ગાતું કૂવામાં અજવાળું.
રવથી થઈ છે અવાવરું હલચલ,
સંભળાતું કૂવામાં અજવાળું.
આમ તો છે ઈંટો બહુ પ્રાચીન,
તોય રાતું કૂવામાં અજવાળું !
ઊતરે જ્યાં ઘડાનું જોબનિયું,
કેવું થાતું કૂવામાં અજવાળું !
0 comments
Leave comment