30 - ઘૂઘરીનો ગરાસ / શોભિત દેસાઈ


ઘૂઘરીનો ગરાસ પ્હેરીને !
જાન હેં....ડી પ્રવાસ પ્હેરીને.

આટલા તારલાને શું કરવા ?!
ખિન્ન છે નભ અમાસ પ્હેરીને.

રેત ઉપર ઊગે છે એક ચહેરો,
રોજ સાંજે ઉજાસ પ્હેરીને !

વૃક્ષ પાછું બની જશે લીલું,
પ્હેલો વરસાદી શ્વાસ પ્હેરીને !

પંખીઓ જાણે ચાલ્યાં મેળામાં !
પોષાકો ખાસ ખાસ પ્હેરીને !

આંખોને જોતો મુગ્ધ બેઠો છું,
કેફનો કારાવાસ પ્હેરીને.


0 comments


Leave comment