31 - ઉજાસોનાં તાળાં / શોભિત દેસાઈ
આ નભ, આવું રંગીન કમ ઊઘડે છે !
ૠતુઓને લખવા કલમ ઊઘડે છે.

ઢળેલી નજરની કસમ, ઊઘડે છે !
ૠજુ રેશમી રૂપ રસમ ઊઘડે છે !

નવું, કૈં મુલાયમ નરમ ઊઘડે છે !
પ્રથમ સ્પર્શ સાથે શરમ ઊઘડે છે.

ઉજાસોનાં તાળાં ખૂલે છે ક્ષિતિજ પર,
ફૂલોના સુગંઘી અહમ્ ઊઘડે છે.

ગુલાબી બને છે સમય સાંજ ટાણે,
સરોવર બનીને સનમ ઊઘડે છે.

પૂરું સાથિયા અંગમાં હું અનોખા,
ખૂણાઓના ભેદી ભરમ ઊઘડે છે.


0 comments


Leave comment