34 - છુક છુક છોકરીઓ / શોભિત દેસાઈ


છુક છુક છોકરીઓ....
બોલ, તો ફૂલોની ભરાતી જાય છે ટોકરીઓ.

ઉપરવાળાનું આ કેવું અદ્દભુત છે નજરાણું !
રાત છે એની જુલ્ફો, ચહેરો સવારનું છે ટાણું !
શબ્દો એનાં શીત મલમ ને શબ્દો છે છરીઓ.
છુક છુક છોકરીઓ....

ઇન્તઝારમાં એના, આંખો મોડે સુધી જાગે,
આંખ મીંચું તો પોચા તકિયા વાદળ જેવા લાગે,
સપનું આવે ને સપનામાં દેખાતી પરીઓ.
છુક છુક છોકરીઓ....

સંસારી તો શું, એમને દેખી મુનિવર ચળે,
અમુકતમુક વરસોનાં અકબંધ બ્રહ્મચર્ય સૌ ગળે,
પુરુષમાત્રને અભડાવાની કરતી નોકરીઓ !
છુક છુક છોકરીઓ....
0 comments


Leave comment