36 - ‘એ’ / શોભિત દેસાઈ


આ અસ્તિત્વ છે મુફલિસીનો પથારો;
પધારો, ને જીવવાનો વૈભવ વધારો.

‘એ’ બોલે તો ભાષા બને છે વિવેકી,
ઢળેલાં નયનમાં શરમનો ઉતારો !

શશી ચહેરાથી, બુદ્ધિથી સૂર્ય જન્મે,
શ્વસે તો હવાને સ્ફુરે છે વિચારો !

‘એ’ ચાલે તો લાગે ગતિ જન્મી હમણાં,
‘એ’ બેસે તો અટકે સમય એકધારો !

મને ભીતરે એવું ‘એ’ કહી રહ્યાં છે,
‘કવિ ! શબ્દમાંથી ધરા પર ઉતારો’.0 comments


Leave comment