37 - તું સહન ના થઈ શકે એ રૂપ છે / શોભિત દેસાઈ


આ ગઝલ આખી મુસલસલ નીકળે,
એ સજી શબ્દોનું મખમલ, નીકળે.

છાનુંછપનું કોઈ વસતું હોય ત્યાં,
મન સુગંધોથી છલોછલ નીકળે.

આંખ જેવું જે પ્રથમ લાગ્યું હતું,
એ સમસ્યાઓનું જંગલ નીકળે !

આ તિમિર આખાનો શોધું સ્રોત જો,
એના ચહેરાનો કોઈ તલ નીકળે !

તું સહન ના થઈ શકે એ રૂપ છે,
તું સહન જો થાય તો હલ નીકળે.

આંજી દઈ ચહેરો શિયાળુ રાતથી,
તાપણાં ઓઢીને તેજલ નીકળે.0 comments


Leave comment