39 - હાજી થયા / શોભિત દેસાઈ
શાંત વાદળ ગરજી ને ગાજી થયાં,
શબ્દ પાખંડી અને પાજી થયા.
ચહેરાઓ ઉપર તો કૈં ઔર જ હતું,
પણ બધાં અંતરથી બહુ રાજી થયાં.
જિંદગીભર ફક્ત મેં ગઝલો લખી,
છો ને, કંઈ તોફાન-તારાજી થયા !
કામધેનુ આવી ત્યારે શું સુઝ્યું !
પારકી પંચાતમાં કાજી થયા.
ચાહવાનો શો મળ્યો શિરપાવ, જો !
ના ગયા હજ, તે છતાં હાજી થયા !
શબ્દ પાખંડી અને પાજી થયા.
ચહેરાઓ ઉપર તો કૈં ઔર જ હતું,
પણ બધાં અંતરથી બહુ રાજી થયાં.
જિંદગીભર ફક્ત મેં ગઝલો લખી,
છો ને, કંઈ તોફાન-તારાજી થયા !
કામધેનુ આવી ત્યારે શું સુઝ્યું !
પારકી પંચાતમાં કાજી થયા.
ચાહવાનો શો મળ્યો શિરપાવ, જો !
ના ગયા હજ, તે છતાં હાજી થયા !
0 comments
Leave comment