40 - રૂપ કેફી હતું / શોભિત દેસાઈ
રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી, ને હથેલીમાં એની હથેલી હતી;
મન મહેકતું હતું, ભીનાં કંપન હતાં, એની સાથે મુલાકાત પહેલી હતી.
આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો;
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી.
મીઠી મૂંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો;
એણે જ્યારે કહ્યું ‘હું તને ચાહું છું’, જીંદગીની પહેલી ઉકેલી હતી !
સસલા જેવી મૃદુ ને મુલાયમ ત્વચા ને ચિબુક પર હતો એકલો એક તલ;
વાળમાં મોગરાની સુગંધો હતી, વાળ ઉપર હવાની હવેલી હતી !
જોતજોતાંમાં એ તો રિસાઈ ગઈ, દૂર જઈ ના શકી તોય મારાથી એ;
ફેરવી તો લીધું મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી !
મેઘલી રાતે મોસમની હેલી હતી, તન ઉપરથી તો ટીપાં ટ-પ-ક-તાં હતાં;
કેમ કાબૂમાં રાખી શકું લાગણી ? ભીતરે કૈં મનીષાઓ મેલી હતી !!!

0 comments
Leave comment