41 - ભાંગીને ભુક્કો / શોભિત દેસાઈ
સુગંધો ભરી નિજમાં નીકળે છે શબ્દો...
ઉગમસ્થાન પર પુષ્પની પાંખડીઓ...
તરસ જાગવાની પછી આવતી પળ...
ત્વચાની તળે ઓસ જોવાનો મોકો....
ફરી સાદ ઊઠે ઉપરવાસમાંથી...
કહે બેઉ પરવાળાં, ‘લો ! અમને ચાખો !’....
હવે ખીણમાં જીભ ઉપરનું જળ છે...
પલકવારમાં તો અહો ! ટેકરીઓ.....
મૂકું છુટ્ટી મારી અભણ આંગળીઓ...
રૂવાંદાર ભાષા શીખે સ્પર્શ મારો...
મને કોઈ ખુદનાં ઊંડાણોમાં ખેંચે....
અને મારા હોવાનો ભાંગીને ભુક્કો !
ઉગમસ્થાન પર પુષ્પની પાંખડીઓ...
તરસ જાગવાની પછી આવતી પળ...
ત્વચાની તળે ઓસ જોવાનો મોકો....
ફરી સાદ ઊઠે ઉપરવાસમાંથી...
કહે બેઉ પરવાળાં, ‘લો ! અમને ચાખો !’....
હવે ખીણમાં જીભ ઉપરનું જળ છે...
પલકવારમાં તો અહો ! ટેકરીઓ.....
મૂકું છુટ્ટી મારી અભણ આંગળીઓ...
રૂવાંદાર ભાષા શીખે સ્પર્શ મારો...
મને કોઈ ખુદનાં ઊંડાણોમાં ખેંચે....
અને મારા હોવાનો ભાંગીને ભુક્કો !
0 comments
Leave comment