44 - શબ્દનાં હથિયાર / શોભિત દેસાઈ


એમ કોઈ રૂબરૂ થઈ જાય છે,
સાવ ‘જૂનું’ પણ ‘નવું’ થઈ જાય છે.

લાગણી જન્મે છે, ચાલે છે જરા,
ને અચાનક ચાહવું થઈ જાય છે !

શબ્દનાં હથિયાર ઝાલી ઝૂમતાં,
વેપલો થોડો વધુ થઈ જાય છે.

ચોદિશાઓમાં ઉદાસી ચીતરી,
એક ક્ષણમાં, ‘છે’ ‘હતું’ થઈ જાય છે.

છેવટે સાજું સમું થઈ જાય છે,
પણ એ પહેલાં તો ઘણું થઈ જાય છે.


0 comments


Leave comment