47 - જીવવાનાં વલખાં / શોભિત દેસાઈ
આવી, સજીવ નિર્જીવ સૌને નિતારી નાંખ્યાં,
વર્ષાએ તો ધરાનાં વસ્ત્રો નિખારી નાંખ્યાં !
જીવંતતા જીવનની છે અવનવા અનુભવ,
ગઝલોએ જીવવાનાં વલખાં વધારી નાંખ્યા.
પડછાયો ઉડ્ડયનનો જળને વટાવી ચાલ્યો,
સરિતાએ સીમા તોડી કાંઠા પ્રસારી નાંખ્યા.
એ સાવ મૌન બેઠા, બોલ્યા નહિ કશું પણ,
આંખોથી જોખ્યા, તાપ્યા, શબ્દોને શારી નાંખ્યા.
આદત બૂરી પડી ગઈ કરવાની અંકે તકને,
લોકોએ પહેર્યા લોકો, લોકો ઉતારી નાંખ્યા !

0 comments
Leave comment