48 - ‘આ’ ક્ષણની સભા / શોભિત દેસાઈ


સુગંધો શોધવાનાં વ્રણની સભા,
કસ્તુરીમૃગના પગમાં રણની સભા.

અંત લગ પંખીઓ રહે ગાતાં,
અને બરખાસ્ત થાય ચણની સભા.

ઠાવાકાં થઈ નિરાંતે બેઠાં છે,
પાંદડું જાણે હો કિરણની સભા !

બીજું તો શું થઈ શકે, ઓ દોસ્ત !
એકલો હું, ભરું સ્મરણની સભા.

ફક્ત ખારાશ એની ખૂંચે છે,
બાકી આ દરિયો ! છે ઝરણની સભા !

છે ‘હવે’ની ફિકર બધાને બહુ,
સાવ વિખરાઈ ગઈ ‘આ’ ક્ષણની સભા.


0 comments


Leave comment