49 - શૂન્યથી શાશ્વતી સુધી / શોભિત દેસાઈ
કૈં નથી દરિયો – છે મરણ ખાલી !
થાય છે, જો ! નદી – ઝરણ ખાલી.
શૂન્યથી શાશ્વતી સુધી તું છે,
એક પણ ક્યાં રહે છે ક્ષણ ખાલી.
ઝાંઝવાઓમાં જિંદગી વીતી,
આ અચાનક થયું શું ? રણ ખાલી !
સત્વની વાત તું જવા દે ને,
અર્ચના પામે છે લઢણ ખાલી !
જ્ઞાનના ઘૂંટડાઓ ગળવામાં,
થઈ ગયો આખરે અભણ ખાલી.
થાય છે, જો ! નદી – ઝરણ ખાલી.
શૂન્યથી શાશ્વતી સુધી તું છે,
એક પણ ક્યાં રહે છે ક્ષણ ખાલી.
ઝાંઝવાઓમાં જિંદગી વીતી,
આ અચાનક થયું શું ? રણ ખાલી !
સત્વની વાત તું જવા દે ને,
અર્ચના પામે છે લઢણ ખાલી !
જ્ઞાનના ઘૂંટડાઓ ગળવામાં,
થઈ ગયો આખરે અભણ ખાલી.
0 comments
Leave comment