50 - આપણું હોવું / શોભિત દેસાઈ
એમ આ અસ્તિત્વ ખોવું જોઈએ,
આપણું હોવું ન હોવું જોઈએ.
સાવ વેરણ સ્વપ્ન મારું થઈ ગયું,
એમનું ઘર આ જ હોવું જોઈએ.
તર્જની ! અશ્રુ નથી નો ગમ ન કર,
આપણે રણનેય લ્હોવું જોઈએ.
ડાઘ ભાષા પર પ્રસરતા જાય છે,
મૌનનું આ વસ્ત્ર ધોવું જોઈએ.
ના બને ઘોંઘાટ, ઝાંઝર કીડીનાં,
દોસ્ત !દુ:ખ એ રીતે રોવું જોઈએ.
આપણું હોવું ન હોવું જોઈએ.
સાવ વેરણ સ્વપ્ન મારું થઈ ગયું,
એમનું ઘર આ જ હોવું જોઈએ.
તર્જની ! અશ્રુ નથી નો ગમ ન કર,
આપણે રણનેય લ્હોવું જોઈએ.
ડાઘ ભાષા પર પ્રસરતા જાય છે,
મૌનનું આ વસ્ત્ર ધોવું જોઈએ.
ના બને ઘોંઘાટ, ઝાંઝર કીડીનાં,
દોસ્ત !દુ:ખ એ રીતે રોવું જોઈએ.
0 comments
Leave comment