51 - Absurdના કર્ણમૂલ પર ફરતી કીડીની ગઝલ / રિષભ મહેતા


આ રુંધાતા શ્વાસ Sheer Non-sense
દર્દનો એહસાસ Sheer Non-sense

આંખ ખૂદ સપનું બનીને રહી ગઈ
ચોતરફ આભાસ Sheer Non-sense

શ્વાસ ખુશ્બુના સુકાઈને ખર્યા
આ વિવશ મધુમાસ Sheer Non-sense

તરબતર આંખો યહીં જે તરવરે
કઈ જનમની પ્યાસ Sheer Non-sense

દ્વારમાં ઊભી પ્રતીક્ષા ઓગળે
આવશો–ની આશ Sheer Non-sense


0 comments


Leave comment