51 - સ્મિતથી છુપાવો છો ? / શોભિત દેસાઈ
પાંખમાં ઉદાસી છે,
આભમાં ઉદાસી છે.
ઝળહળે છે ઝુમ્મર પણ,
રાતમાં ઉદાસી છે.
સૌ શમી ગયાં રમખાણ,
ગામમાં ઉદાસી છે.
કાલે શું થયું’તું ? કે
આજમાં ઉદાસી છે !
સ્મિતથી છુપાવો છો ?
આપમાં ઉદાસી છે.
આભમાં ઉદાસી છે.
ઝળહળે છે ઝુમ્મર પણ,
રાતમાં ઉદાસી છે.
સૌ શમી ગયાં રમખાણ,
ગામમાં ઉદાસી છે.
કાલે શું થયું’તું ? કે
આજમાં ઉદાસી છે !
સ્મિતથી છુપાવો છો ?
આપમાં ઉદાસી છે.
0 comments
Leave comment