52 - ખરીદાય છે ? કે / શોભિત દેસાઈ


ખરીદાય છે કે એ વેચાય છે ?
ક્યાં નક્કી કલાકારથી થાય છે ?

નયન ઢાળી એ બોલતાં જાય છે,
ખુલાસે ખુલાસે શું શરમાય છે !

ખડક કાંકરી પણ નથી આપતો,
તરંગો છતાં માગતા જાય છે.

કરે છે સતત દુશ્મનીનું જ કામ,
અને દોસ્તીની કસમ ખાય છે.

નથી આ કંઈ આજ પૂરતી વિદાય
ત્યજી દે તું તંદ્રા ! કોઈ જાય છે !


0 comments


Leave comment