53 - ‘દાગ’નો દેખાવ / શોભિત દેસાઈ
આંખમાં દરિયાવ લઈ બેઠા છીએ,
ભૂલવાનો ભાવ લઈ બેઠા છીએ.
આટલી વૃત્તિ પ્રવૃત્તિ છે છતાં,
એક સ્મરણને સાવ લઈ બેઠા છીએ.
છે તરંગી મન અને પાકટ વિચાર,
ચાલતો ટકરાવ લઈ બેઠા છીએ.
મંઝીલે પહોંચી ગયાની સિદ્ધિનો,
આકરો શિરપાવ લઈ બેઠા છીએ.
જો ગયા બેસી પછી ઊઠ્યા નથી,
‘દાગ’ નો દેખાવ લઈ બેઠા છીએ.
(ઉર્દૂના શ્રેષ્ઠ શાયર ‘દાગ’ની પંક્તિ છે :
हज़रते ‘दाग’ जहां बैठ गये, बैठ गये !)
ભૂલવાનો ભાવ લઈ બેઠા છીએ.
આટલી વૃત્તિ પ્રવૃત્તિ છે છતાં,
એક સ્મરણને સાવ લઈ બેઠા છીએ.
છે તરંગી મન અને પાકટ વિચાર,
ચાલતો ટકરાવ લઈ બેઠા છીએ.
મંઝીલે પહોંચી ગયાની સિદ્ધિનો,
આકરો શિરપાવ લઈ બેઠા છીએ.
જો ગયા બેસી પછી ઊઠ્યા નથી,
‘દાગ’ નો દેખાવ લઈ બેઠા છીએ.
(ઉર્દૂના શ્રેષ્ઠ શાયર ‘દાગ’ની પંક્તિ છે :
हज़रते ‘दाग’ जहां बैठ गये, बैठ गये !)
0 comments
Leave comment