54 - ચૂપકીદી / શોભિત દેસાઈ


કાં તો આ જિંદગીને જીવી લો,
કાં નવી રાહ કોઈ બીજી લો.

રાવ ક્યાં જઈને કોને નાખો છો ?
ચૂપકીદી તમે ખરીદી લો.

તળ સુધી પહોંચવાની હામ નથી ?
તો સપાટીનો અર્થ શીખી લો !

કાળની સાથે ચાલવા માટે,
કાચમાં રેતને ફરીથી લો.

કાં રજા આપો, કાં તમે પોતે,
આંખથી મોતીઓને ઝીલી લો.

શૂળી ઉપર ચઢ્યા ? ખમીસ ફાટ્યું ?
ગોકીરો ના કરો, લો ! સીવી લો.

રંગબેરંગી દર્દો છે ઉપલબ્ધ,
વિચારી, સમજી, વીણી વીણી લો.


0 comments


Leave comment