55 - ચંદ્રને બાળો / શોભિત દેસાઈ
આભ અજવાળો – સાંજ થઈ ગઈ છે,
ચંદ્રને બાળો – સાંજ થઈ ગઈ છે.
ઝાડ, જો ! કહી રહ્યું છે પંખીને,
‘આ રહ્યો માળો – સાંજ થઈ ગઈ છે.’
ત્યાં... ભલા-બૂરાના હિસાબનીશો,
મેળવે તાળો – સાંજ થઈ ગઈ છે.
સરહદો પરનો પહેરો તેજ કરો,
ક્ષિતિજ સંભાળો – સાંજ થઈ ગઈ છે.
‘ગામડું કોણ લઈ ગયું ?’ પૂછે,
ગામડાવાળો – સાંજ થઈ ગઈ છે.
રક્તના વહી ગયા પછીથી ઘા,
થઈ જશે કાળો – સાંજ થઈ ગઈ છે.
રાતની તૈયારી કરો ! ચાલો !
ઢોલિયા ઢાળો – સાંજ થઈ ગઈ છે.
ચંદ્રને બાળો – સાંજ થઈ ગઈ છે.
ઝાડ, જો ! કહી રહ્યું છે પંખીને,
‘આ રહ્યો માળો – સાંજ થઈ ગઈ છે.’
ત્યાં... ભલા-બૂરાના હિસાબનીશો,
મેળવે તાળો – સાંજ થઈ ગઈ છે.
સરહદો પરનો પહેરો તેજ કરો,
ક્ષિતિજ સંભાળો – સાંજ થઈ ગઈ છે.
‘ગામડું કોણ લઈ ગયું ?’ પૂછે,
ગામડાવાળો – સાંજ થઈ ગઈ છે.
રક્તના વહી ગયા પછીથી ઘા,
થઈ જશે કાળો – સાંજ થઈ ગઈ છે.
રાતની તૈયારી કરો ! ચાલો !
ઢોલિયા ઢાળો – સાંજ થઈ ગઈ છે.
0 comments
Leave comment