56 - સાંજના / શોભિત દેસાઈ


ઓસસમ તાજા વિચારો ગડગડયા છે સાંજના,
વ્યક્ત થાવું’તું ઉદયકાળે, રડ્યા છે સાંજના.

કમનસીબી તો જુઓ કે સૂર્યમુખીને અમે,
શોધવા નીકળ્યા સવારે તે જડ્યાં છે સાંજના.

આ જતી વેળાનો વૈભવ આજ તો કૈં ઓર છે !
આજ આકાશે અજબ રંગો ચડ્યા છે સાંજના !

શ્રમ કરી થાક્યું તિમિર પોરો પરોઢે ખાય છે,
ને હજુ તો સીમમાં તડકા પડ્યા છે સાંજના.

છેવટે મન થઈ ગયું માહેર ગણવામાં બધું,
અમને જીવનનાં પલાખાં આવડ્યાં છે સાંજના.


0 comments


Leave comment