60 - બે ત્રિપદીઓ / શોભિત દેસાઈ


રાતે જે લૂખો તાપ લાગે છે,
ઉષ્ણ, તકસીરવાર સૂરજનાં
આંગળાઓની છાપ લાગે છે.

આખેઆખો કૂવો ઉલેચી નાંખ,
તર્જની પર ઝીલાતા મોતીના
ભાવ હમણાં વધ્યા છે, વેચી નાંખ.


0 comments


Leave comment