63 - હટાણું આપશે / શોભિત દેસાઈ
આશનું ચલ્લકચલાણું આપશે,
જોજે ! ઓલે ઘેર ભાણું આપશે.
તાપશે તમને તિમિરથી રાતભર,
એ, પછી ઊજળું વહાણું આપશે.
આંખ જોતી થઈ જશે ચોખ્ખું બધે,
એ જ વખતે બળતું છાણું આપશે.
ધરશે સમૃદ્ધિને મૃત ઇચ્છા ફકત,
ખાલી ખીસાને હટાણું આપશે.
ચાહવું દેખાય છે એવું નથી,
અશ્રુનું એ મહેનતાણું આપશે.
એની પાસે માંગ નહિ દરિયાદિલી,
દર્દ પણ દરિયા સમાણું આપશે.
જોજે ! ઓલે ઘેર ભાણું આપશે.
તાપશે તમને તિમિરથી રાતભર,
એ, પછી ઊજળું વહાણું આપશે.
આંખ જોતી થઈ જશે ચોખ્ખું બધે,
એ જ વખતે બળતું છાણું આપશે.
ધરશે સમૃદ્ધિને મૃત ઇચ્છા ફકત,
ખાલી ખીસાને હટાણું આપશે.
ચાહવું દેખાય છે એવું નથી,
અશ્રુનું એ મહેનતાણું આપશે.
એની પાસે માંગ નહિ દરિયાદિલી,
દર્દ પણ દરિયા સમાણું આપશે.
0 comments
Leave comment