64 - શાપિત છીએ / શોભિત દેસાઈ


બહુ ઊંચા આદર્શથી દીક્ષિત છીએ,
નિમ્ન જીવનશૈલીથી પુલકિત છીએ.

આજ લગ ઓળખ નથી પામી શક્યા,
કોઈ બીજા નામથી અંકિત છીએ.

વારતાને ખેંચી ખેંચી મન વગર,
અંત લગ પહોંચાડવા શાપિત છીએ.

તું અમારાં માફ કર નીચાં નિશાન
સાવ પંગુ કાળના નિર્મિત છીએ.

જાણવાના ભ્રમ જવા દઈએ હવે ?
આપણે ખુદાથી પૂરા પરિચિત છીએ ?


0 comments


Leave comment