65 - રાત કૈં પસાર ન થાય / શોભિત દેસાઈતિમિર જવાથી કદી રાત કૈં પસાર ન થાય,
દિવસ થવાથી કદી રાત કૈં પસાર ન થાય.

આ ચાંદનીમાં તમારું દરદ ઘૂંટો તો ખરા !
શીતળ હવાથી કદી રાત કૈં પસાર ન થાય.

ક્ષણાર્ધ આવતા આવેગ પૂરતા સંબંધો
સંવારવાથી કદી રાત કૈં પસાર ન થાય.

તમામ રાત કર્યો આગિયાઓએ વિપ્લવ,
એ ઠારવાથી કદી રાત કૈં પસાર ન થાય.

રહસ્યો પામી ગયા છે બસ એ જ જાગે છે,
ઊંઘી જવાથી કદી રાત કૈં પસાર ના થાય.


0 comments


Leave comment