66 - પાંખડીનું નગર / શોભિત દેસાઈ
પુષ્પસમ એક ઘર, જલાવી દીધું !
પાંખડીનું નગર, જલાવી દીધું !
આગ ભરચક ભરાઈ ગઈ તો ખરી !
વહાલસોયું ભીતર જલાવી દીધું !
માની પણ ના શકાય એ રીતે,
ભૂલકાનું ટગર જલાવી દીધું !
ચહેરો ઢાંકી દીધો બુકાનીથી,
ને બની નાન્યતર – જલાવી દીધું !
અશ્રુ સાર્યાં પછીથી, પણ પહેલાં
સ્મિત એક તરબતર જલાવી દીધું !
ઘાસપૂસથી બન્યું હતું જે શહેર
હમણાં આવ્યા ખબર, જલાવી દીધું !
પાંખડીનું નગર, જલાવી દીધું !
આગ ભરચક ભરાઈ ગઈ તો ખરી !
વહાલસોયું ભીતર જલાવી દીધું !
માની પણ ના શકાય એ રીતે,
ભૂલકાનું ટગર જલાવી દીધું !
ચહેરો ઢાંકી દીધો બુકાનીથી,
ને બની નાન્યતર – જલાવી દીધું !
અશ્રુ સાર્યાં પછીથી, પણ પહેલાં
સ્મિત એક તરબતર જલાવી દીધું !
ઘાસપૂસથી બન્યું હતું જે શહેર
હમણાં આવ્યા ખબર, જલાવી દીધું !
0 comments
Leave comment