67 - બહુ ઉદાસ છે રાત / શોભિત દેસાઈ
કોઈને ઝંખે છે કાયમ, બહુ ઉદાસ છે રાત,
તું આવ દોસ્ત, તારા સમ, બહુ ઉદાસ છે રાત.
જરા પૂછો તો ખરા જઈને રાતરાણીને,
સુગંધ છે ? કે છે માતમ ? બહુ ઉદાસ છે રાત !
કોઈ જતુંય નથી કોઈ આવતુંય નથી,
કોઈ છે એકલું, ચોગમ બહુ ઉદાસ છે રાત.
ચલો કે ભરીએ પ્રતિક્ષાના શ્વેત બુટ્ટાથી,
આ અંધકારનું રેશમ, બહુ ઉદાસ છે રાત.
ઘણું વિકટ છે ઉછેરેલી દીકરી દઈ દેવી,
પરોઢા માટે છે શબનમ, બહુ ઉદાસ છે રાત.
તું આવ દોસ્ત, તારા સમ, બહુ ઉદાસ છે રાત.
જરા પૂછો તો ખરા જઈને રાતરાણીને,
સુગંધ છે ? કે છે માતમ ? બહુ ઉદાસ છે રાત !
કોઈ જતુંય નથી કોઈ આવતુંય નથી,
કોઈ છે એકલું, ચોગમ બહુ ઉદાસ છે રાત.
ચલો કે ભરીએ પ્રતિક્ષાના શ્વેત બુટ્ટાથી,
આ અંધકારનું રેશમ, બહુ ઉદાસ છે રાત.
ઘણું વિકટ છે ઉછેરેલી દીકરી દઈ દેવી,
પરોઢા માટે છે શબનમ, બહુ ઉદાસ છે રાત.
0 comments
Leave comment