71 - આશરાની દુકાન / શોભિત દેસાઈ
કેફની આનબાન છોડું છું,
આજથી મઘપાન છોડું છું.
અનિશ્વિતતામાં જીવવું છે હવે,
આશરાની દુકાન છોડું છું.
ભવ્ય ભૂતકાળના ઇલાજ રૂપે,
મારી કહેવાતી શાન છોડું છું.
નથી પરવડતા એટલા માટે,
આદર્શો સૌ મહાન છોડું છું.
જાળવી જે, જતન કર્યાં જેનાં;
છેલ્લી મૂડી-સ્વમાન છોડું છું.
આજથી મઘપાન છોડું છું.
અનિશ્વિતતામાં જીવવું છે હવે,
આશરાની દુકાન છોડું છું.
ભવ્ય ભૂતકાળના ઇલાજ રૂપે,
મારી કહેવાતી શાન છોડું છું.
નથી પરવડતા એટલા માટે,
આદર્શો સૌ મહાન છોડું છું.
જાળવી જે, જતન કર્યાં જેનાં;
છેલ્લી મૂડી-સ્વમાન છોડું છું.
0 comments
Leave comment