72 - અમસ્તું ઝરમરવું / શોભિત દેસાઈ


છે નિરર્થક ભલે, નથી વરવું,
આંખનું આ અમસ્તું ઝરમરવું !

કાંકરીથી ન જન્મ્યું કૂંડાળું,
જાણે વીસર્યો તરંગ વિસ્તરવું.

વસ્ત્ર શણગારવા ઉદાસીનું,
કોઈ કારણ, અ-હં ! નથી ભરવું.

એ ખજાના સમું મળ્યું છે પણ
દર્દને કેવી રીતે વાપરવું !

આપણું હોવું જે ભૂંસી નાંખે,
એવા મોટા થઈને શું કરવું ?

રાત બિસ્તર ઉપર થતાં ઘેરી,
સ્નિગ્ધ અજવાસને પડ્યું ઝરવું.


0 comments


Leave comment