73 - આ રાત છે / શોભિત દેસાઈ
આયખું આખું ઉઝરડાથી જ તો રળિયાત છે,
સુખ કવચિત્ આવે છે એવું, જાણે કે આઘાત છે.
મહેકનું છે મૂલ્ય ઓછી માત્રામાં હો ત્યાં સુધી,
આવતાં હડફટમાં ને અથડાતાં પારિજાત છે !
આ નથી અંધારું, જેનાથી તમે પરિચિત હતા,
ગર્ભથી નીકળી ગયા છો બહાર, ને આ રાત છે !
એટલું જાણી શક્યો છું આટલાં વર્ષો પછી,
મોટી આશા આવનારી ઘાતની શરૂઆત છે.
તારી ગઝલોનાં રચાશે એક દી સ્થાનક જરૂર,
તું નહિ જીવતો રહે જોવા એ જુદી વાત છે.
સુખ કવચિત્ આવે છે એવું, જાણે કે આઘાત છે.
મહેકનું છે મૂલ્ય ઓછી માત્રામાં હો ત્યાં સુધી,
આવતાં હડફટમાં ને અથડાતાં પારિજાત છે !
આ નથી અંધારું, જેનાથી તમે પરિચિત હતા,
ગર્ભથી નીકળી ગયા છો બહાર, ને આ રાત છે !
એટલું જાણી શક્યો છું આટલાં વર્ષો પછી,
મોટી આશા આવનારી ઘાતની શરૂઆત છે.
તારી ગઝલોનાં રચાશે એક દી સ્થાનક જરૂર,
તું નહિ જીવતો રહે જોવા એ જુદી વાત છે.
0 comments
Leave comment