75 - સતત વધતી જરૂરતની સીધી સમજણ મળી રે’ છે / શોભિત દેસાઈ


સતત વધતી જરૂરતની સીધી સમજણ મળી રે’ છે,
મળે છે એક-બે, લાખો-કરોડો પણ મળી રે’ છે;
હે માનવ ! કર સહન કેવળ ગણત્રી જિંદગી આખી,
જીવે જો ટેસથી પંખીડાં, જોયાં ! ચણ મળી રે ’છે.


0 comments


Leave comment