77 - રાત છો ને / શોભિત દેસાઈ


રાત છો ને પછાત ઊગી છે !
ચાંદ-ની સારી જાત ઊગી છે.

વાળમાં જઈ અને અડપલાં કરે,
વાયરાને વિસાત ઊગી છે.

આંગળીઓ શહીદ થઈ ગઈ હોય,
વસ્ત્ર પર એવી ભાત ઊગી છે.

સૂર્ય ઊગી ગયો છે પણ સાથે,
અસ્ત થાવાની ઘાત ઊગી છે.

કેટલી વારી’તી મેં ઈચ્છાને !
તોય પણ જો ! કજાત ! ઊગી છે !0 comments


Leave comment