79 - રાતરાણી, સૂર્યમુખી / શોભિત દેસાઈ
જી, ખુલાસો સાવ લૂલો હોય છે,
આપણી પોતાની ભૂલો હોય છે.
ઝીલતો હો આખે આખા સૂર્યને,
એવો તો એક જ ઘડૂલો હોય છે.
જે આ સમજે એનો બેડો પાર છે,
માનવી કાયમ અટૂલો હોય છે.
આપણે ઊભા છીએ અંતિમ ઉપર,
લાગણીનો વચ્ચે ઝૂલો હોય છે.
ભેદ દરવાજા ને દ્રષ્ટિનો જ છે,
બંધ અડધો, અડધો ખુલ્લો હોય છે !
રાતરાણી, સૂર્યમુખી બેય છે,
પોતપોતાના ઉસૂલો હોય છે !
આપણી પોતાની ભૂલો હોય છે.
ઝીલતો હો આખે આખા સૂર્યને,
એવો તો એક જ ઘડૂલો હોય છે.
જે આ સમજે એનો બેડો પાર છે,
માનવી કાયમ અટૂલો હોય છે.
આપણે ઊભા છીએ અંતિમ ઉપર,
લાગણીનો વચ્ચે ઝૂલો હોય છે.
ભેદ દરવાજા ને દ્રષ્ટિનો જ છે,
બંધ અડધો, અડધો ખુલ્લો હોય છે !
રાતરાણી, સૂર્યમુખી બેય છે,
પોતપોતાના ઉસૂલો હોય છે !
0 comments
Leave comment