80 - જળ વેચું છું / શોભિત દેસાઈ
છીછરાં છે છતાં જળ વેચું છું,
સાથે આ આંખ અતળ વેચું છું.
મેળવી લઉં છું હું વેચાણના હક,
એ પછી સૃષ્ટિ સકળ વેચું છું.
ઊતર્યો ન્હોતો હુકમનું પાનું,
લે ! તને આજ એ પળ વેચું છું.
નામ ડમરીનું પછી આપું છું,
સૌ પ્રથમ રણને વમળ વેચું છું !
શું કહેવું આ દૂરંદેશીનું !
ટોચ રહેનારને તળ વેચું છું.
ચલ, અવેજીમાં લઉં એકલતા,
શૈયા વેચું છું ને સળ વેચું છું.
સાથે આ આંખ અતળ વેચું છું.
મેળવી લઉં છું હું વેચાણના હક,
એ પછી સૃષ્ટિ સકળ વેચું છું.
ઊતર્યો ન્હોતો હુકમનું પાનું,
લે ! તને આજ એ પળ વેચું છું.
નામ ડમરીનું પછી આપું છું,
સૌ પ્રથમ રણને વમળ વેચું છું !
શું કહેવું આ દૂરંદેશીનું !
ટોચ રહેનારને તળ વેચું છું.
ચલ, અવેજીમાં લઉં એકલતા,
શૈયા વેચું છું ને સળ વેચું છું.
0 comments
Leave comment