50 - સંવત પંદર બારોત્તર સપ્તમીને સોમવાર / નરસિંહ મહેતા
સંવત પંદર બારોત્તર સપ્તમીને સોમવાર,
માર્ગશીર્ષ અજુઆળે પખ નરસૈંને આપ્યો હાર રે. ૧
પચાસ પદ નિર્મળ ગાયાં તે વૈષ્ણવ-મુખે ગવાય રે,
અગમ અગોચર અધ્યાત્મ તેનાં પાતિક સઘળાં જાય રે. ૨
જે જન ભાવ ધરીને સાંભળે, તે નર નિર્મળ થાય રે,
ભણે નરસૈંયો : હરિ-પદ પામે, નિશ્વે વૈકુંઠ જાય રે. ૩

0 comments
Leave comment