49 - મુગટ સહિત મુંને આપ્યો હાર / નરસિંહ મહેતા


રાગ આશાવરી

દામોદરે કીધી દયા, મુગટ સહિત મુંને આપ્યો હાર,
બાજુબંધ બહેરખા આપ્યાં, ત્રિભુવને વરત્યો જયજયકાર. ૧

રાજા ! તું ઘેલો થયો તે ખડગ લેઈને આવ્યો સંગ,
જે વ્હાલા-શું રંગભર રમતા, તે ગોપાળે રાખ્યો રંગ. ૨

એહ વાતનું સાચું જાણો, હૃદય આણો દ્રઢ વિશ્વાસ,
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો. સફળ મનોરથ પહોતી આશ. ૩


0 comments


Leave comment