4 - માહરે તાહરા નામનો આશરો / નરસિંહ મહેતા
રાગ રામગ્રી
માહરે તાહરા નામનો આશરો, તું વિના કોણ કરે સાર મારી ?
દીનનો નાથ તું સદાય, દામોદરા ! અવસરે આવીને લે ઉગારી. ૧
ભક્તની લાજ તું રાખ, લક્ષ્મીવરા ! નામ ‘દયાળ’ તુજ બિરદ ભારી,
તાહરે કોટિ છે સેવકા, શામળા ! મારે કહેવાને એક ઠામ તારી. ૨
મંડળિક રાયનું માન વાધ્યું ઘણું, તે તમો ચિત્ત ધારો, નાથ મારા !
ભણે નરસૈંયો : [ઇહાં] ભૂતલે અવતરી અહર્નિશ હું ગુણ ગાઉં તારા. ૩

0 comments
Leave comment