14 - કૃષ્ણ કૃપાનિધિ કેશવા ! કર કૃપા / નરસિંહ મહેતા


રાગ કેદારો

કૃષ્ણ કૃપાનિધિ કેશવા ! કર કૃપા, હું અનાથ, તું નાથ કહીએ,
ભૂપતિ ભૂલિયો, ભ્રમ મનમાં વસે, શામળા વિણ શરણ કેને જઈએ ? ૧

હું શરણ આવ્યો સંસારને પરહરી, તોહે મતિ-મંદ પેરે પેરે પીડે,
અંતરાગત અવિલોકતાં, શામળા ! તુજ વિના કોણ રુદિયા-શું ભીડે ? ૨

મંડળિક મુજ પર કોપ ઘણો કરે, તે મારું દુઃખ તું શું ન જાણે ?
ભણે નરસૈંયો : પ્રભુ ! પ્રીતડી તોડતાં લાજ જાશે, અલ્યા ! તારી વહાણે. ૩


0 comments


Leave comment