25 - નંદના નંદ કાં વાર લાગે ઘણી / નરસિંહ મહેતા
રાગ કેદારો
નંદના નંદ કાં વાર લાગે ઘણી ? દુરિજનનાં લોકને શું હસાવે ?
કોટિ બ્રહ્માંડમાં ન્યૂન તારે વળી ? લાછવર ! હજીયે તુંને લાજ ના’વે ? ૧
પેરે પેરે પરણમું માન માગી કરી : કઠણ કાં થઈ રહ્યો, કૃષ્ણ કામી ?
કપટ-ભાવે ભજ્યો તોહે તુંને, હરિ ! સાર-સંભાળ કર, જગતસ્વામી ! ૨
કોણ વેળા થઈ ? હાર આપ્યો નહીં, સાંભળો, શામળા ! વાત મારી,
નરસૈંયાચા સ્વામી ! માહરું દુઃખ નહીં, મારતાં લાજ તે જાશે તારી. ૩

0 comments
Leave comment