22 - ઊઠને શામળા ! મેલ મન-આંબળા / નરસિંહ મહેતા
રાગ કેદારો
ઊઠને શામળા ! મેલ મન-આંબળા, નથી શું બોલતો અભિમાન માટે ?
આપ-ને હાર, કે હવણાં, પ્રગટ કરું : જેહ કીધું બંસીવટની વાટે ? ૧
અણવરી નારી તેં ભોગવી, ભૂધરા ! પરણતાં ગરથ શું બેઠો તારે ?
હારની વાર થઈ, ભાર ભાગી ગયો, શું કહું, નાથજી ! વારે વારે ? ૨
કળજુગ માંહે પરતીત તો નવ રહે, અમ કરશો તહીં કોણ ધ્યાશે ?
ભણે નરસૈંયો : હું રે હળવો પડ્યો, તાહરા ગુણ પછે કોણ ગાશે ? ૩

0 comments
Leave comment