39 - સાર કર, સાર કર માહરી શામળા / નરસિંહ મહેતા
રાગ સિંધુડો-બિભાસ
સાર કર, સાર કર માહરી, શામળા ! બોલરો નથી તે શું માગ્યા માટે ?
રસે આપીશ તો રસ ઘણો વાધશે, નહીં મૂળ મુંને મૂળ સાટે. ૧
પ્રીતની રીત તું કાંઈ લહેતો નથી, નીર ક્યમ રહે, અલ્યા ! કુંભ ફૂટ્યે ?
ગોઠડી મીઠડી, જાણે જૂઠો સદા, અબુદ્ધિયા-શું મસ્તક કોણ કૂટે ? ૨
કળિયુગ માંહે પત ગઈ તાહરી, શરણ ગ્રહી વૈષ્ણવ કોણ થાશે ?
કહેશે : ‘ભક્તિ કરતાં નરસૈંયો મારિયો’ જગત માંહે જશ કોણ ગાશે ? ૩

0 comments
Leave comment