20 - હારને કાજ શું હઠ કરું, શામળા / નરસિંહ મહેતા
રાગ કેદારો
હારને કાજ શું હઠ કરું, શામળા ! જાચવાને તારી પાસ આવ્યો,
રાધિકાને સંગ બેઠો લીલા કરે, કહે રે : વૈકુંઠથી શું રે લાવ્યો ? ૧
તાહરું નામ ‘વિશ્વંભર’, વિરાસિયો : પેલો નંદનો છોકરો છાશ પીતો,
કામળી ઓઢતો, હાથમાં લાકડી, ગાવડી ચારતો વંન રહેતો. ૨
માહરે માત તું, ભાત તું, ભૂધરા ! તું વિના દુઃખ કેને રે કહીએ ?
ભણે નરસૈંયો : ગુણ ગાઈને જીવીએ, ભૂતલે એકલા કેમ રહીએ ? ૩

0 comments
Leave comment