41 - વાત વિચારતાં પ્રાત થાયે રખે / નરસિંહ મહેતા


રાગ કેદારો

વાત વિચારતાં પ્રાત થાયે રખે ! હયે ક્યમ રાખશો, હરિ ! ખ્યાત ?
મરણ મારું કશું, લોકે થાશે હસું, સંગ સંગતિ કહે આ જ વાત ? ૧

મુંને ઉગારતાં અરથ તારો થશે, દાસને દ્રઢ વિશ્વાસ બેસે,
એમ તો, શામળા ! જાણે જૂઠો નહીં, શ્યામ મોઢાં લઈ દુષ્ટ રહેશે. ૨

હરિ મળ્યો હોય તો સાખ્ય સ્મૃતિ કહે, અર્ધાંગ ગોપી થકી સરવ છીપે,
આસ તારી, એમ નરસૈંયો ઓચરે, નિર્મળ જ્યોતનું તેજ દીપે. ૩


0 comments


Leave comment